સેલિબ્રિટીઝમાં સૌથી વધુ ઍડ‍્વાન્સ ટૅક્સ શાહરુખ ખાને ભર્યો, ૯૨ કરોડ રૂપિયા

29 November, 2024 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ‌સેલિબ્રિટીઝે ઍડ‍્વાન્સ ટૅક્સરૂપે કેટલા રૂપિયા ચૂકવ્યા છે એના આંકડા ‘ફૉર્ચ્યુન ઇન્ડિયા’ નામના મૅગેઝિને બહાર પાડ્યા છે

શાહરુખ ખાન

ભારતીય ‌સેલિબ્રિટીઝે ઍડ‍્વાન્સ ટૅક્સરૂપે કેટલા રૂપિયા ચૂકવ્યા છે એના આંકડા ‘ફૉર્ચ્યુન ઇન્ડિયા’ નામના મૅગેઝિને બહાર પાડ્યા છે. આ આંકડાઓ અનુસાર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને આ વર્ષે સૌથી વધુ ૯૨ કરોડ રૂપિયા ટૅક્સ શાહરુખ ખાને ભર્યો છે.

શાહરુખ પછી તામિલ ફિલ્મોના સુપરસ્ટાર થલપતિ વિજયે ૮૦ કરોડ રૂપિયા ઍડ્વાન્સ ટૅક્સ તરીકે ભર્યા છે. સલમાન ખાને ૭૫ કરોડ રૂપિયા, અમિતાભ બચ્ચને ૭૧ કરોડ રૂપિયા, ક્રિકેટર વિરાટ કોહલીએ ૬૬ કરોડ રૂપિયા અને કરીના કપૂરે ૧૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

Shah Rukh Khan Salman Khan kareena kapoor amitabh bachchan virat kohli income tax department entertainment news bollywood bollywood news