‘બાહુબલી 2’નો રેકૉર્ડ તોડવા માટે કિંગ ખાનની ‘પઠાન’ની આગેકૂચ

13 February, 2023 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવાર સુધીમાં કર્યો ૪૭૬.૦૫ કરોડનો વકરો

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન

શાહરુખ ખાનની ‘પઠાન’એ ૪૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને શનિવાર સુધીમાં ૪૫૯.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શનિવારે આ ફિલ્મે અગિયાર કરોડનો વકરો કર્યો હતો અને રવિવારે એ એના કરતાં પણ વધુ હોવાની આશા રાખવામાં આવી રહી છે. 

આ ફિલ્મે તામિલ અને તેલુગુમાં અત્યાર સુધીમાં ૧૬.૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસની સાથે ‘પઠાન’એ ટોટલ ૪૭૬.૦૫ કરોડ રૂપિયાનો બિઝનેસ ક્રૉસ કર્યો છે. આ ફિલ્મ ‘બાહુબલી 2’નો બિઝનેસ તોડવા માટે આગળ વધી રહી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan pathaan box office