શાહરુખનો દીકરો આર્યન ક્યારેય નહીં ભૂલે આ સેલ્ફી! કેવી રીતે આ તસવીરે તેને બચાવ્યો

16 May, 2023 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાર્કોટિક્સ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયો છે, પણ તમે જાણો છો કે જો તે સેલ્ફી ન હોત તો આ હકિકત ક્યારેય સામે ન આવી હોત. શાહરુખના દીકરા આર્યનની એક સેલ્ફીએ આ કેસને સંપૂર્ણ રીતે બદલી દીધો.

આર્યન ખાન (ફાઈલ તસવીર)

ક્રૂઝ ડ્રગ કેસમાં બૉલિવૂડ (Bollywood) અભિનેતા શાહરુખ ખાન (Shah Rukh Khan)ના દીકરા આર્યન ખાનને (Aryan Khan) ન ફસાવવાના બદલામાં 25 કરોડ રૂપિયાની લાંચ માગવાના આરોપમાં નાર્કોટિક્સ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયો છે, પણ તમે જાણો છો કે જો તે સેલ્ફી ન હોત તો આ હકિકત ક્યારેય સામે ન આવી હોત. શાહરુખના દીકરા આર્યનની એક સેલ્ફીએ આ કેસને સંપૂર્ણ રીતે બદલી દીધો. ફક્ત એક સેલ્ફીને કારણે તે આર્યનને ડ્રગ કેસમાંથી રાહત મળી ગઈ અને હવે આ સેલ્ફીએ સમીર વાનખેડે વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે.

શાહરુખના દીકરાની સેલ્ફીનો જુઓ કમાલ!
આ સેલ્ફી હતી પી. ગોસાવી સાથે. આર્યન ખાન (Aryan Khan) સાથે પી. ગોસાવીએ નાર્કોટિક્સ કન્ટ્રોલ બૉર્ડ(Narcotics Control Bureau)ની ઑફિસમાં એક સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી ઑક્ટોબર 2021માં સામે આવી હતી. એનસીપીના નેતા નવાબ મલિકે આ સેલ્ફીને લીને સૌથી પહેલા પ્રશ્ન ઊઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે પી ગોસાવી એનસીબીમાં નથી તેમ છતાં તે કેવી રીતે એનસીબીની ઑફિસમાં આરોપી સાથે સેલ્ફી પડાવી રહ્યા છે. આ સેલ્ફી બાદ જ કેસમાં નવો વળાંક આવ્યો.

આર્યન ખાનની સેલ્ફીએ બદલ્યો ક્રૂઝ ડ્રગ કેસ
હકિકતે, એનસીબીએ પી ગોસાવી અને તેના સાથી સાંવિલ ડિસૂઝાને એવું બતાવાયું જાણે કે તે એનસીબીમાં જ હોય જ્યારે હકિકતે બન્ને ત્યાં ઘટનાના સ્વતંત્ર ગવાહ હતા. પી ગોસાવીની કારમાં જ આર્યન અને બીજા આરોપીઓને લાવવામાં આવ્યા. આમને એનસીબીની ઑફિસમાં આવવા-જવાની સંપૂર્ણ છૂટ હતી. આ આર્યનની સાથે વાતો કરી રહ્યા હતા, તેની સાથે તસવીરો પડાવી રહ્યા હતા.

આ પણ વાંચો : Vadodara:પોતાની એક્ટિંગ સ્કૂલ પહોંચ્યા નવાઝુદ્દિન સિદ્દિકી, વીડિયોમાં ખોલ્યા ભેદ

આર્યનને છોડાવવા માટે માગ્યા હતા 25 કરોડ
આ મામલે જ્યારે તપાસ શરૂ થઈ તો ખબર પડી કે પી ગોસાવી એનસીબી માટે શાહરુખ સાથે 25 કરોડની ડીલ કરાવી રહ્યા હતા. દીકરા આર્યનને છોડાવવાના બદલામાં શાહરુખ ખાન પાસે 25 કરોડની માગ થઈ હતી. આ કેસના સામે આવ્યા બાદ એનસીબીની વિજિલેન્સ ટીમ તપાસ કરી રહી હતી અને ચાર દિવસ પહેલા એટલે કે 11 મેના રોજ સીબીઆઈને તેણે પોતાનો રિપૉર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે 12 મેના સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી.

bollywood news bollywood gossips bollywood entertainment news Shah Rukh Khan aryan khan Narcotics Control Bureau