હૃતિકની ફિલ્મને લઈને શાહરુખે કહ્યું, ઑસમ થ્રીસમ!

18 August, 2023 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

શાહરૂખ ખાન

હૃતિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘ફાઇટર’ને શાહરુખ ખાને શુભેચ્છા આપી છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને ‘પઠાન’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. શાહરુખ અને હૃતિકે ‘કભી ખુશી કભી ગમ’માં સાથે કામ કર્યું હતું. શાહરુખ અને દીપિકા ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હૅપી ન્યુ યર’ અને ‘પઠાન’માં સાથે જોવા મળ્યાં હતાં. ‘ફાઇટર’ને લઈને × પર શાહરુખે પોસ્ટ કર્યું કે ‘હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનું થ્રીસમ ખૂબ જ ઑસમ દેખાઈ રહ્યું છે. ઑલ ધ બેસ્ટ ડુગ્ગુ (હૃતિક રોશન) અને સિડ (સિદ્ધાર્થ આનંદ). તમે બન્ને પ્રેમથી સતત લડાઈઓ જીતતા રહો.’

Shah Rukh Khan hrithik roshan deepika padukone anil kapoor bollywood news bollywood gossips bollywood entertainment news