13 August, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ દીકરા આર્યન સાથે
શાહરુખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન જ્યારે જન્મ્યો ત્યારે તે ફેમસ ઍક્ટર જૅકી ચૅન જેવો દેખાતો હતો અને આ જ કારણ છે કે આર્યનને બાળપણમાં શાહરુખે તાએ ક્વાન ડોની ટ્રેઇનિંગ આપી હતી. હાલમાં તો આર્યન વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ને ડિરેક્ટ કરી રહ્યો છે, જેને શાહરુખના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. આર્યન વિશે શાહરુખ કહે છે, ‘જો મારે મારા ફેવરિટ ઍક્ટર્સનું નામ જણાવવાનું હોય તો હું કહીશ કે જૅકી ચૅન સૌથી પહેલા હશે. તેઓ મજેદાર છે, ફિઝિકલી અદ્ભુત અને શાનદાર ઍક્ટર છે. તેઓ સતત મને પ્રેરિત કરે છે. મારો પહેલો દીકરો આર્યન જ્યારે જન્મ્યો ત્યારે મને એમ લાગતું હતું કે તે જૅકી ચૅન જેવો દેખાય છે. બાળકો જ્યારે જન્મે ત્યારે તેમના ચહેરાના હાવભાવથી થોડા એવા દેખાય છે. એથી આર્યનને મેં તાએ ક્વાન ડોની ટ્રેઇનિંગ આપી હતી. એવી આશા હતી કે તે જ્યારે મોટો થશે તો જૅકી ચૅન જેવો બનશે. હું ખરેખર ચાહતો હતો કે તે જૅકી ચૅન જેવો બને.’