06 December, 2023 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડંકી’ ફિલ્મ નું પોસ્ટર
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એકવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને રાજકુમાર હીરાણીએ બનાવી છે. ફિલ્મમાં શાહરુખની સાથે વિકી કૌશલ, તાપસી પન્નુ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવ્યું છે કે તેમને લંડન જવું હોય છે. એથી ત્યાંની રીતભાત અને અંગ્રેજી શીખવા ક્લાસ લે છે. જોકે તેમની આશાઓ પર પાણી ફરી વળતાં તેઓ ગેરકાયદે જવાનો નિર્ણય લે છે. ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી, ‘યે કહાની મૈંને શુરુ કી થી લલ્ટુ સે, ઇસે ખતમ ભી મૈં હી કરુંગા અપને ઉલ્લુ કે પઠ્ઠોં કે સાથ. ‘ડંકી’ના ટ્રેલરમાં તમને રાજુ સરનું વિઝન જોવા મળશે. એમાં તમને ફ્રેન્ડશિપ, કૉમેડી અને લાઇફની ટ્રૅજેડીની પાગલપંતીથી ભરેલી રાઇડ જોવા મળશે. સાથે ઘર અને પરિવારની પણ યાદ અપાવશે. ઇન્તઝાર ખતમ હુઆ.’