આઇફા અવૉર્ડ્‍સમાં ગળામાં ડાયમન્ડ નેકલેસ સાથે શાહરુખનો ગજબનો સ્ટાર પાવર

12 March, 2025 06:55 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

શાહરુખ ફંક્શનમાં ઑલ-બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના આ લુકને હીરાના નેકલેસથી હાઇલાઇટ કર્યો હતો

શાહરુખ ખાન

આઇફા અવૉર્ડ્‍સમાં શાહરુખ ખાનનો સ્ટાર પાવર જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર તેણે શાનદાર અને અનાયાસ સ્ટાઇલિશ લુકથી સૌને પ્રભાવિત કર્યા. શાહરુખ ફંક્શનમાં ઑલ-બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના આ લુકને હીરાના નેકલેસથી હાઇલાઇટ કર્યો હતો. ચાહકોને તેનો આ લુક ખૂબ પસંદ આવ્યો.

આઇફા અવૉર્ડ્‍સ દરમ્યાન શાહરુખ ખાનના જયપુરના રોકાણ માટે ઇન્ટીરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ શાંતનુ ગર્ગે એક લક્ઝુરિયસ સ્વીટ ડિઝાઇન કર્યો હતો. આ સ્વીટને રેટ્રો ટચ આપેલો હતો જેમાં સિનેમૅટિક અને આર્ટ ડેકોરથી સજાવવામાં આવ્યો હતો. કિંગ ખાનને ઘર જેવી લાગણી આપવા માટે આ સ્વીટ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એમાં લક્ઝુરિયસ લૉઉન્જ હતી જેને શાહરુખની ફિલ્મોનાં પોસ્ટર્સથી લઈને પરિવારની તસવીરોથી શણગારવામાં આવી હતી.

શાંતનુ ગર્ગે આ સ્વીટમાં શાહરુખ ખાનની પસંદગીનાં પુસ્તકો, તેની મનપસંદ વસ્તુઓ અને રસપ્રદ પોર્ટ્રેટ્સ જેવી વસ્તુઓ માટે પણ જગ્યા ફાળવી હતી તેમ જ બેડ લિનન્સ, ટૉવેલ્સ અને બાથરોબ્સ પર તેના ઇનિશિયલ્સ સાથે પર્સનલાઇઝ્ડ ટચ આપવામાં આવ્યો હતો.

૫૯ વર્ષના શાહરુખ ખાનનો સુપર એનર્જેટિક ડાન્સ
આઇફા અવૉર્ડ્‍સમાં શાહરૂખ ખાને ૫૯ વર્ષની વયે પણ જબરદસ્ત એનર્જી સાથે ડાન્સ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. શાહરુખે તેના ૧૮ વર્ષ જૂના આઇકૉનિક ગીત ‘દર્દ-એ-ડિસ્કો’ તેમ જ ‘છૈયાં છૈયાં’ સૉન્ગ પર શાનદાર પર્ફોર્મન્સ આપીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. આ વયે પણ કિંગ ખાન દિલ અને ફિટનેસની દૃષ્ટિએ યંગ છે એ વાતનો પુરાવો તેનો આ ડાન્સ છે. શાહરુખે માધુરી દી​િક્ષત સાથે પણ તેમનાં સુપરહિટ ગીતો પર ડાન્સ કર્યો હતો.

Shah Rukh Khan madhuri dixit iifa awards 2017 jaipur bollywood bollywood events bollywood news entertainment news