શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો આ છે પહેલો ડેબ્યુ પ્રોજેક્ટ, જાણો શું છે ટાઈટલ

01 May, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે શાહરૂખ ખાન(Shah Rukh Khan)નો પુત્ર આર્યન ખાન (Aryan Khan) અભિનયમાં કારકિર્દી બનાવવાનો નથી. તેના બદલે તે દિગ્દર્શનમાં અજમાવશે. ત્યારે હવે આર્યન ખાનના એક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

આર્યન ખાન અને શાહરુખ ખાન

આર્યન ખાન(Aryan Khan)ના ડેબ્યુને લઈને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે શાહરૂખ ખાન(Shah Rukh Khan)નો પુત્ર આર્યન ખાન અભિનયમાં કારકિર્દી બનાવવાનો નથી. તેના બદલે તે દિગ્દર્શનમાં અજમાવશે. ત્યારે હવે આર્યન ખાનના એક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન લેખન અને દિગ્દર્શનમાં પગ મુકવા જઈ રહ્યો છે.

રિપોર્ટ્સનું માનીએ તો આર્યન ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવનાર સિરીઝનું ટાઈટલ જાહેર કરવામાં આવ્યું છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન હેઠળ તૈયાર થઈ રહેલા આર્યન ખાનના નિર્દેશક પ્રોજેક્ટનું નામ `સ્ટારડમ` (Aryan Khan Project Stardom) હશે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર સેટ થશે.

આ પણ વાંચો: ધ કેરલા સ્ટોરી ફિલ્મનો વિવાદ વકર્યો, શશિ થરૂરે કહ્યું આ અમારા કેરળની સ્ટોરી નથી

આર્યન ખાનની વેબ સિરીઝ `સ્ટારડમ` 6 એપિસોડવાળી વેબ સિરીઝ હશે. હાલમાં આ સિરીઝ પ્રોડક્શન તબક્કામાં છે અને આ વર્ષે જ આ પ્રોજેક્ટ પર વધુ કામ થઈ શકે છે. આ સિવાય આર્યન ખાને હાલમાં જ એક એડ ફિલ્મનું શૂટિંગ કર્યું છે જેમાં તેને તેના પિતા શાહરૂખ ખાનને ડાયરેક્ટ કરવાનો મોકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ધ લાયન કિંગમાં આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે હિન્દી ડબિંગ પણ કર્યું છે.

bollywood news entertainment news Shah Rukh Khan aryan khan web series