થિયેટર્સમાં સેન્ચુરી મારી ‘પઠાન’એ

09 May, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ક્લેક્શનની ધમાલ મચાવી દીધી હતી.

શાહરુખ ખાન

શાહરુખ ખાનની ‘પઠાન’ ભલે મલ્ટિપ્લેક્સમાંથી નીકળી ગઈ હોય, પરંતુ એ હજી પણ કેટલાંક થિયેટર્સમાં ચાલી રહી હતી. આ ફિલ્મે સો દિવસ પૂરા કર્યા છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ક્લેક્શનની ધમાલ મચાવી દીધી હતી. તે બૉલીવુડની અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણે પણ કામ કર્યું હતું.  આ પહેલાં ‘કેજીએફ’, ‘કાંતારા’ અને ‘RRR’ જેવી ફિલ્મોને થિયેટર્સમાં સો દિવસ સુધી દેખાડવામાં આવી હતી. બૉલીવુડની ફિલ્મો જ્યારે નિષ્ફળ જઈ રહી હતી ત્યારે ‘પઠાન’ આવી હતી અને એ બિઝનેસની સુનામી લાવી હતી. આ ફિલ્મે બિઝનેસની સાથે સો દિવસ ​​થિયેટર્સમાં દેખાવાની પણ સેન્ચુરી મારી છે. આ યશરાજ ફિલ્મ્સની અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે.

Shah Rukh Khan pathaan bollywood news bollywood bollywood gossips entertainment news