12 September, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ‘જવાન’ છેલ્લા ચાર દિવસથી પોતાનો જ રેકૉર્ડ રોજેરોજ તોડી રહી છે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે આ ફિલ્મે હિન્દીમાં ૬૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શુક્રવારે ૪૬.૨૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. વીક-એન્ડ આવતાં શનિવારે આ ફિલ્મે એક દિવસમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બનતાં ૬૮.૭૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે આ જ રેકૉર્ડ રવિવારે તોડતાં ‘જવાન’એ ૭૧.૬૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે ચાર દિવસમાં ૨૫૨.૦૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હિન્દીની સાથે તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ હતી. ચાર દિવસમાં આ ફિલ્મે તામિલ અને તેલુગુમાં ટોટલ ૩૪.૦૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ત્રણ ભાષા મળીને ‘જવાન’એ ચાર દિવસમાં ૨૮૬.૧૬ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એક જ અઠવાડિયામાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બને એવું બની શકે છે. આ ફિલ્મ ‘પઠાન’નો રેકૉર્ડ પણ બહુ જલદી તોડશે એવું લાગી રહ્યું છે. હિન્દી ફિલ્મમાં ‘પઠાન’ અત્યાર સુધીમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે અને એ રેકૉર્ડ પણ હવે ‘જવાન’ તોડશે એવું લાગી રહ્યું છે.