06 September, 2021 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને નયનતારા
તામિલ ડિરેક્ટર ઍટલીની આગામી ફિલ્મ માટે શાહરુખ ખાન અને નયનતારાએ પુણેમાં શૂટિંગ શરૂ કર્યું હોય એવી ચર્ચા ચાલી રહી છે. જોકે એ વિશે ચોક્કસ માહિતી નથી મળી. આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તેઓ બન્ને પહેલી વાર સાથે જોવા મળવાનાં છે. ૧૦ દિવસ સુધી પુણેમાં શૂટિંગ ચાલવાનું છે. એવી અટકળો ચાલી રહી છે કે અહીં ઍક્શન સીક્વન્સ શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર અને પ્રિયમણિ પણ જોવા મળવાનાં છે. ત્યાર બાદ રાણા દગુબટ્ટી પણ શૂટિંગ શરૂ કરવાનો છે. શાહરુખ ‘પઠાણ’માં પણ કામ કરી રહ્યો છે. શાહરુખ પહેલી વખત ઍટલી સાથે કામ કરી રહ્યો છે.