07 September, 2023 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
વિવેક અગ્નિહોત્રીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ શાહરુખ ખાનની ‘જવાન’ જોયા બાદ તેની ‘ધ વૅક્સિન વૉર’ને પણ જુએ. ‘જવાન’ સાત સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે અને ‘ધ વૅક્સિન વૉર’ દશેરા પર રિલીઝ થઈ રહી છે. વિવેક અગ્નિહોત્રી હાલમાં સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. આ દરમ્યાન એક યુઝરે તેને પૂછ્યું હતું કે શું તેનામાં હિમ્મત છે કે તે તેની ફિલ્મને ‘જવાન’ સાથે ક્લૅશ કરી શકે. આ વિશે વાત કરતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘અમે બૉલીવુડની ગેમમાં નથી અને ક્લૅશ વગેરે જેવી વસ્તુ સ્ટાર્સ અને મીડિયા માટે છે. હું એક વાતની ગૅરન્ટી આપી શકું છું કે શાહરુખ ખાનની ‘જવાન’ ઑલટાઇમ બ્લૉકબસ્ટર બનશે. જોકે એ ફિલ્મ જોયા બાદ મહેરબાની કરીને અમારી નાની ફિલ્મ પણ જોવા જજો. આ ઇન્ડિયાની સૌથી મોટી જીત છે જેના વિશે તમને કંઈ જ નથી ખબર.’