19 May, 2023 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
શાહરુખ ખાન હવે ‘ડૉન 3’માં જોવા નહીં મળે એવી ચર્ચા છે. તેની જગ્યાએ હવે હૃતિક રોશન જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રિતેશ સિધવાણીએ હાલમાં જ કહ્યું છે કે તેનો પાર્ટનર ફરહાન અખ્તર ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. જોકે આ વચ્ચે એવી ચર્ચા છે કે શાહરુખ આ ફિલ્મમાં કામ કરવા નથી માગતો. ‘પઠાન’ બાદ તે લાર્જર ધૅન લાઇફ કમર્શિયલ ફિલ્મોમાં જ કામ કરવા માગે છે એવી ચર્ચા ચાલી રહી છે. આથી તે હવે આ સિરીઝમાં કામ કરવા નથી માગતો. તેણે અને ફરહાને આ ફિલ્મને લઈને ઘણી વાર વાત કરી છે, પરંતુ શાહરુખે એમાં ઇન્ટરેસ્ટ નથી લીધો. આથી આ ફિલ્મ માટે હવે ફરહાન અને રિતેશ હૃતિકને લેવાની વાત કરી રહ્યા છે. ‘ડૉન 2’માં હૃતિક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેમ જ હૃતિકે તેમની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હૃતિક બાદ આ ફિલ્મ માટે રણબીર કપૂર, શાહિદ કપૂર અને રાણા દગુબટ્ટી જેવા ઘણા ઍક્ટર્સ પણ નજરમાં છે.