07 September, 2023 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જવાનમાં શાહરુખ ખાનનો લૂક
શાહરુખ ખાને તેની ‘જવાન’ માટે કોરિયોગ્રાફી કરી હતી એવી ચર્ચા ચાલી રહી છે. ‘જવાન’ના પ્રિવ્યુમાં છેલ્લે ‘બેકરાર કરકે’ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગીતમાં શાહરુખે જે ગીત પર ડાન્સ કર્યો છે એ ખૂબ જ વાઇરલ થયો છે. શાહરુખે જે રેટ્રો ગીત પર ડાન્સ કર્યો છે એ ડાન્સને ઘણાં ગીત સાથે જોડીને વાઇરલ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સમાં શાહરુખ બૉલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. જોકે હવે એવું જાણવા મળી રહ્યું છે કે આ ગીતને પસંદ કરવાનો આઇડિયા શાહરુખનો હતો. તેમ જ આ સૉન્ગ પર તેણે જે ડાન્સ કર્યો છે એ સ્ટેપ પણ શાહરુખ ખાને કોરિયોગ્રાફ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ વિશે શાહરુખ ખાન દ્વારા કે પછી ડિરેક્ટર ઍટલી દ્વારા કોઈ કમેન્ટ કરવામાં નથી આવી, પરંતુ ચર્ચા એવી જ છે કે શાહરુખનો આઇડિયા હોવાથી બધી જવાબદારી તેણે પોતે ઉઠાવી હતી. ઍટલીને તેનો આઇડિયા ગમ્યો હોવાથી તેણે શાહરુખને પૂરેપૂરી સ્વતંત્રતા આપી હોવાની ચર્ચા છે.