07 September, 2023 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જવાન ફિલ્મમાં નયનતારા, શાહરુખ અને દીપિકાનો અલગ જ અવતાર
શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ જવાન (Jawan Prevue)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનને ફિલ્મ `પઠાણ`માં જોયા બાદ ફેન્સ તેને ફરીથી જોવા માટે ઉત્સુક છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી શાનદાર છે. હાલમાં જ બંને ફિલ્મ `પઠાણ`માં સાથે જોવા મળ્યા હતા. હવે બંને જલ્દી જ ફિલ્મ `જવાન` (Jawan)માં જોવા મળવાના છે. આ દરમિયાન ફિલ્મનું પ્રિવ્યુ રિલીઝ થઈ ગયું છે. હવે ચાહકોને આ પ્રિવ્યુ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
મેકર્સને ફાયદો થશે
ટ્રેલર પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખના ચહેરા પર પાટો અને લોહી દેખાતું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે. નોંધનીય છે કે આ દિવસે જન્માષ્ટમી પણ છે અને રજા પણ છે, તેથી તેમને બોક્સ ઓફિસ પર ફાયદો મળી શકે છે.
શાહરૂખ ખાનની એક્શનથી ભરપૂર ફિલ્મ `જવાન`ના પ્રિવ્યૂએ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતાને એક અલગ સ્તરે લઈ ગઈ છે. મોટા બજેટની ફિલ્મ જવાનમાં એક્શન અને ઈમોશનનો પરફેક્ટ મિશ્રણ બતાવવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની દમદાર એન્ટ્રી અને તેના પરના શાનદાર સંવાદો બધાનું ધ્યાન ખેંચવા માટે પૂરતા છે.
જવાનના પ્રિવ્યૂમાં શાહરૂખ ખાનનો પાવરફુલ ડાયલોગ સાંભળવા મળે છે- `મૈં કૌન હું કૌન નહીં... પતા નહીં... માં કો કિયા વાદા હૂં કે અધૂરા ઈરાદા હું... મેં અચ્છા હું યા બુરા હું.. પુણ્ય હું કે પાપ હૂં... યે ખુદ સે પૂછના... ક્યુંકી મેં ભી આપ હું તમે પણ… તૈયાર… અને બાદમાં શાહરૂખ ખાનનો જૂનો ડાયલોગ નામ તો સુના હોગા શરૂ થાય છે…
પ્રિવ્યૂમાં શાહરૂખ ખાનના એક-બે નહીં પરંતુ ત્રણ અવતાર જોવા મળી રહ્યા છે. એક પોલીસ ઓફિસર… એક રોમેન્ટિક હીરો… પછી શાહરૂખ ખાનનો પોસ્ટર લુક આવે છે, જેમાં તે પાટો પહેરેલો જોવા મળે છે. તે લુક પ્રિવ્યૂમાં બધાની સામે આવે છે જ્યારે શાહરૂખ ખાન તેની પટ્ટીઓ ખોલે છે અને તે બાલ્ડ લુકમાં દેખાય છે. તેની સાથે જ શાહરૂખનો તે દમદાર ડાયલોગ પણ આવે છે જેમાં તે તમામ હીરોને છોડી દે છે. શાહરૂખ કહે છે- `જ્યારે હું વિલન બનીશ તો મારી સામે કોઈ હીરો ટકી શકશે નહીં`
ફિલ્મ આ ભાષાઓમાં રિલીઝ થશે
આ ફિલ્મનું નિર્દેશન અટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનતારા પણ જોવા મળશે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.