27 June, 2023 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાના અને શાહરુખ ખાન
શાહરુખ ખાન અને સુહાના ખાન હવે એક ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મનું પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થાય એવી ચર્ચા છે. આ ફિલ્મને શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. સુહાના ભલે ‘ધ આર્ચીઝ’ દ્વારા ડેબ્યુ કરી રહી હોય, પરંતુ તેનો થિયેટ્રિકલ ડેબ્યુ તેના પપ્પા સાથે થશે. શાહરુખની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બાદ તેની ‘જવાન’ અને ‘ડંકી’ પર સૌની નજર છે. સુહાના સાથેની ફિલ્મનું શાહરુખનું પાત્ર એકદમ સીક્રેટ રાખવામાં આવ્યું છે. શાહરુખે ‘જવાન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે બહુ જલદી ‘ડંકી’નું પણ શૂટિંગ પૂરું કરશે. જોકે તે ‘ટાઇગર વર્સસ પઠાન’નું શૂટિંગ શરૂ કરે એ પહેલાં તે કઈ ફિલ્મ કરશે એના પર સૌની નજર છે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરની આસપાસ શરૂ થાય એવી શક્યતા છે. તે આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે એ નક્કી નથી, પરંતુ શાહરુખનું પાત્ર સીક્રેટ રાખવામાં આવી રહ્યું છે. તેણે આલિયા ભટ્ટની ‘ડિયર ઝિંદગી’માં જેવું પાત્ર ભજવ્યું હતું એવું જ પાત્ર તે આ ફિલ્મમાં ભજવી રહ્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી સુહાનાની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મને શાહરુખ પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેને તેની દીકરી સાથે કામ કરવાની તક મળી રહી હોવાથી તે એમાં કામ પણ કરશે એવી ચર્ચા છે.