19 June, 2024 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણને ફૉર્બ્સના લિસ્ટમાં સૌથી વધુ ફી મેળવનારા કલાકારોમાં સામેલ કરવામાં આવ્યા છે. ‘ફૉર્બ્સ’ એક અમેરિકન બિઝનેસ મૅગેઝિન છે જે લિસ્ટ્સ અને રૅન્કિંગ્સ આપવા માટે ફેમસ છે. IMDB એટલે ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ સાથે મળીને ફૉર્બ્સે આ લિસ્ટ બહાર પાડ્યું છે. ફીમેલ ઍક્ટર્સની વાત કરીએ તો દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે ૧૫થી ૩૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એને કારણે તે અન્ય ઍક્ટ્રેસિસની સરખામણીએ નંબર વન પર આવે છે. તો બીજા નંબર પર પૉલિટિશ્યન બનેલી કંગના રનૌત આવે છે. તે એક ફિલ્મ માટે ૧૫થી ૨૭ કરોડ રૂપિયા ફી તરીકે લે છે. ત્રીજા નંબર પર પ્રિયંકા ચોપડા જોનસ છે, જે ૧૫થી ૨૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કૅટરિના કૈફ ૧૫થી ૨૦ કરોડ રૂપિયા ફી પેટે લે છે અને તે ચોથા નંબરે આવે છે. આલિયા ભટ્ટ ૧૦થી ૨૦ કરોડ રૂપિયા લે છે અને તે પાંચમા નંબરે છે. બીજી તરફ મેલ ઍક્ટર્સની વાત કરીએ તો એક ફિલ્મ માટે ૧૫૦ કરોડથી ૨૫૦ કરોડ રૂપિયા ચાર્જ કરીને શાહરુખ ખાન હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સના લિસ્ટમાં પહેલા ક્રમાંકે આવ્યો છે. બીજી તરફ તામિલ સુપરસ્ટાર રજનીકાન્ત બીજા નંબરે આવ્યા છે, તેઓ એક ફિલ્મ માટે ૧૫૦ કરોડથી ૨૧૦ કરોડ ચાર્જ કરે છે. ત્રીજા નંબરે વિજય થલપતિ આવે છે. તે એક ફિલ્મ માટે ૧૩૦ કરોડથી ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ચોથા નંબર પર ૧૦૦ કરોડથી ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ કરીને પ્રભાસ પહોંચ્યો છે. પાંચમા નંબરે આમિર ખાન છે, જે ૧૦૦ કરોડથી ૧૭૫ કરોડ રૂપિયા ફી લે છે.