27 March, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પર્ફેક્ટ ફૅમિલી પિક્ચર
શાહરુખ ખાનની વાઇફ ગૌરી ખાને ફૅમિલી-ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં શાહરુખ, ગૌરી, તેમનાં ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામ દેખાય છે. બધાએ બ્લૅક આઉટફિટ પહેર્યાં છે. ગૌરીની કૉફી ટેબલ બુક ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ લૉન્ચ થવાની છે. ગૌરી ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તે પોતાની બુકને લઈને એક્સાઇટેડ છે. ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરી ખાને કૅપ્શન આપી હતી, ‘પરિવારથી મકાન બને છે. મારી આગામી કૉફી ટેબલ બુકને લઈને ઉત્સુક છું. ટૂંક સમયમાં આવશે.’