૧૭ વર્ષ બાદ ફરી સાથે દેખાશે શાહરુખ અને અમિતાભ?

27 August, 2023 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન લગભગ ૧૭ વર્ષ બાદ ફરી એક વખત સાથે કામ કરવાના છે એવી શક્યતા છે.

અમિતાભ બચ્ચન

શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન લગભગ ૧૭ વર્ષ બાદ ફરી એક વખત સાથે કામ કરવાના છે એવી શક્યતા છે. તેમણે છેલ્લે ૨૦૦૬માં આવેલી ‘કભી અલવિદા ના કહેના’માં સાથે કામ કર્યું હતું. એ અગાઉ આ બન્ને ‘મોહબ્બતેં’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘વીર-ઝારા’માં પણ જોવા મળ્યા હતા. તેમના ફૅન્સને તેમને બન્નેને સાથે જોવાનું ગમે છે. હવે એ જ જાદુ ૧૭ વર્ષ બાદ ફરી પાછો સિલ્વર સ્ક્રીન પર જોવા મળે એવી ચર્ચા છે. તેમને સાથે જોવા માટે તેમના ફૅન્સ લાંબા સમયથી રાહ જુએ છે. હવે એવું જાણવા મળ્યું છે કે એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટમાં આ બન્ને દેખાશે. એને લઈને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. હાલમાં તો શાહરુખ તેની ‘જવાન’ અને ‘ડંકી’માં બિઝી છે. તો અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની પંદરમી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. 

bollywood news entertainment news Shah Rukh Khan amitabh bachchan