03 July, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શબાના આઝમી
મિથુન ચક્રવર્તી કરીઅરની શરૂઆતમાં તેના ચહેરાને લઈને ખૂબ જ અસહજ અનુભવતો હતો. શબાના આઝમીએ હાલમાં જ અરબાઝ ખાનના શોમાં હાજરી આપી હતી. આ દરમ્યાન મિથુન ચક્રવર્તી વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘મિથુન ચક્રવર્તી મારો જુનિયર હતો અને તે જ્યારે પણ મારા ઘરે આવતો ત્યારે તેના ચહેરાના કલર અને તેના દાંત અલગ છે એ વિશે વાતો કરતો હતો. મારી મમ્મી તેને ભેટતી અને કહેતી કે તારે આ બધી વાતનું ટેન્શન લેવાની જરૂર નથી, તું ખૂબ જ અદ્ભુત ડાન્સર છે. મારી મમ્મી તરફથી જ્યારે પણ આવી વાતો કરવામાં આવતી ત્યારે અમારામાં ખૂબ જ કૉન્ફિડન્સ આવી જતો હતો.’