22 November, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
ઘણાં વર્ષો સુધી કૅનેડાની નાગરિકતા ધરાવતો હોવાથી બૉલીવુડ ઍક્ટર અક્ષય કુમાર વોટ કરી શકતો નહોતો. જોકે હવે તેણે ફરી એક વાર ભારતીય નાગરિકતા લેતાં લોકસભાની ચૂંટણી વખતે પણ વોટિંગ કર્યું હતું અને બુધવારે પણ વોટ કરવા સવારના ૭.૩૦ વાગ્યે જ પોલિંગ બૂથ પર પહોંચી ગયો હતો. જોકે વોટ કરીને બહાર આવતાં જ તેને મીડિયાના ફોટોગ્રાફરોએ ઘેરી લીધો હતો. એ વખતે એક સિનિયર સિટિઝને તેને રોકીને તેની સાથે વાત કરી હતી જેનો વિડિયો વાઇરલ થયો છે. એ સિનિયર સિટિઝને અક્ષયે ડોનેટ કરેલા ટૉઇલેટની વાત કરી હતી જે કટાઈ ગયા હોવાથી મેઇન્ટેન કરવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું. અક્ષયે પણ તેમની વાત ધીરજથી સાંભળી હતી અને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.
તેમની વચ્ચે થયેલી વાતચીત...
સિનિયર સિટિઝન : સર, આપને વો ટૉઇલેટ બનાયા થા (ન્યુટન) કે બગલ મેં...
અક્ષય : હાં.
સિનિયર સિટિઝન : વો સડ ગયા હૈ, મૈં મેઇન્ટેન કર રહા હૂં પિછલે તીન–ચાર સાલ સે.
અક્ષય : પતે કી બાત હૈ.
અક્ષય : કર રહે હૈં?
સિનિયર સિટિઝન : હાં, મેઇન્ટેન કર રહા હૂં.
અક્ષય : તો ઉસપે કામ કર લેતે હૈં, મૈં બાત કર લેતા હૂં BMCવાલોં સે.
સિનિયર સિટિઝન : હાં.
સિનિયર સિટિઝન : નયા બૉક્સ દે દો આપ.
અક્ષય : બિલકુલ, કોઈ બાત નહીં.
સિનિયર સિટિઝન ઔર વો લોહે કા હૈ ઇસલિએ રોઝ સડતા હૈ, રોઝ ઉસપે પૈસા લગાના પડતા હૈ.
અક્ષય : બોલ દેતે હૈં, બાત કર લેતે હૈં.
સિનિયર સિટિઝન : હાં.
અક્ષય : BMC ઉસકા ધ્યાન રખને વાલી હૈ, મૈં બોલ દેતા હૂં ઉનકો.
સિનિયર સિટિઝન : અરે ડબ્બા આપકો દેના હૈ, મૈં લગા દેતા હૂં.
અક્ષય : ડબ્બા આપકો નહીં દેના હૈ, ડબ્બા તો મૈં દે ચુકા હૂં.
સિનિયર સિટિઝન : વો સડ ગયા હૈ સર.
અક્ષય : હાં, વો સડ ગયા હૈ તો BMC ધ્યાન રખેગી.
સિનિયર સિટિઝન : BMC કુછ નહીં કરી રહી હૈ સર.