12 March, 2023 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિક (ફાઈલ તસવીર)
સતીશ કૌશિકના મૃત્યુમાં બિઝનેસમેન વિકાસ માલૂની પત્ની સાન્વીએ ચોંકાવનારો દાવો કરી આખા કેસની કાયાપલટ કરી દીધી છે. મહિલાએ પોતાના જ પતિ પર આરોપ મૂક્યો છે કે તેમણે એક્ટરને ઝેર આપીને મારી નાખ્યા છે. એટલું જ નહીં, તેણે તો દિલ્હી પોલીસ કમિશનરને પત્ર પણ લખ્યો છે અને એકથી એક ચડિયાતા દાવા કર્યા છે. કહ્યું કે 15 કરોડ રૂપિયા પાછા ન આપવા પડે આથી વિકાસે સતીશને રસ્તામાંથી ખસેડી દીધા છે. હવે આ મામલે એક્ટરની પત્ની શશિ કૌશિકનું નિવેદન સામે આવ્યું છે. તેણે સાન્વીને કેસ પાછો લેવા માટે કહ્યું છે.
હકિકતે, બિઝનેસમેન વિકાસ માલૂ (Vikas Malu)ના દિલ્હીવાળા ફાર્મહાઉસ પર જ હોળી પાર્ટી રાખવામાં આવી હતી, જ્યાં સતીશ કૌશિક ગયા હતા. ત્યાં જ રાતે 12 વાગ્યે તેમની છાતીમાં દુઃખાવો થયો અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું. પોલીસે એક્ટરનું પૉસ્ટમાર્ટમ કરાવ્યું. તેનો રિપૉર્ટ આવ્ચો જેમાં કારણ હાર્ટ અટેક કહેવામાં આવ્યું હતું. પણ વિકાસ માલૂની પત્ની સાન્વીએ અલગ જ દાવો કરવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું કે પતિ વિકાસે જ 15 કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી દીધી.
શશિ કૌશિકે જણાવ્યું મોતનું કારણ
હવે આ બધા દાવા પર હવે સતીશ કૌશિકની પત્ની શશિએ કહ્યું કે તેમના પતિ હોળી પાર્ટીમાં સામેલ થવા માટે દિલ્હી ગયા હતા. પૈસાની લેવડ-દેવડના આરોપ નિરાધાર છે. તેમણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સતીશ કૌશિક અને વિકાસ માલૂ સારા મિત્ર હતા. તે ક્યારેય લડાઈ નહીં કરે. વિકાસ પોતે ખૂબ જ અમીર છે તો એવામાં તેમને સતીશ પાસેથી પૈસાની જરૂર નહીં પડે. શશિ કૌશિકે કહ્યું કે પોસ્ટમાર્ટમ રિપૉર્ટથી પુષ્ટિ થઈ છે કે દિવંગત એક્ટરને 98 ટકા બ્લૉકેજ હતો અને તેમના સેમ્પલમાં કોઈ દવા નહોતી.
શશિ કૌશિકે સાન્વીને ગણાવી ખોટી
સાન્વીના ઇરાદા પર પ્રશ્ન ઉઠાવતા શશિએ કહ્યું, "પોલીસે બધું વેરિફાઈ કરી લીધું છે, મને સમજાતું નથી કે તે કેવા દાવા કરી રહી છે કે તેમને ડ્રગ્સ આપવામાં આવ્યા હતા અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. મને સમજાતું નથી કે તે મારા પતિના નિધન બાદ તેમને બદનામ કરવાના પ્રયત્ન કેમ કરી રહી છે. તેનો કંઇક અજેન્ડા છે, કારણકે કદાચ તેને પોતાના પતિ પાસેથી પૈસા જોઈએ અથવા તે હવે સતીશજીને પણ સામેલ કરી રહી છે."
આ પણ વાંચો : `ટ્રેનના ટૉઈલેટમાં પાણી નથી.. સીટ પર દબાવીને બેઠો છું`, શખ્સે કરી રેલવેને ફરિયાદ
શશિ કૌશિકે સાન્વીને કરી અરજી
શશિ કૌશિકે આગળ કહ્યું - હું સાન્વીને અરજી કરું છું કે મહેરબાની કરીને આ પ્રકારની રમત ન રમે. મને આ મામલે કોઈ શંકા નથી, આથી આમાં આગળ કોઈ તપાસ ન થવી જોઈએ. મારા પતિ હંમેશાં મને કહેતા જો તેમણે આટલી મોટી લેવડ-દેવડ કરી હોય. મને લાગે છે કે આ ખૂબ જ અયોગ્ય છે તેમના નિધન બાદ એવી વસ્તુઓ થઈ રહી છે.