‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક સાથે દેખાશે સારા?

10 December, 2023 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એના ત્રીજા પાર્ટમાં સારા અલી ખાન દેખાશે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ની ફેબ્રુઆરીમાં શરૂ થશે અને ત્રણ મહિનામાં શૂટિંગ પૂરું કરવામાં આવશે.

કાર્તિક આર્યન અને સારા અલી ખાન

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 3’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની ‘ભૂલભુલૈયા 2’ ધમાકેદાર રહી હતી. એ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ જોવા મળ્યાં હતાં. હવે એના ત્રીજા પાર્ટમાં સારા અલી ખાન દેખાશે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ની ફેબ્રુઆરીમાં શરૂ થશે અને ત્રણ મહિનામાં શૂટિંગ પૂરું કરવામાં આવશે. આ ફિલ્મ દિવાળી દરમ્યાન રિલીઝ કરવાની મેકર્સની ઇચ્છા છે. હાલમાં તો ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અન્ય કોણ કલાકાર હશે એને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. મેકર્સ આ ફિલ્મને દેશની ભવ્ય હૉરર-કૉમેડી ફિલ્મ બનાવવા માગે છે અને એથી તેઓ કોઈ કચાશ બાકી નથી રાખવા માગતા. વાત કરીએ સારા અને કાર્તિકની, તો તેમણે અગાઉ ‘લવ આજ કલ’માં સાથે કામ કર્યું હતું.

sara ali khan kartik aaryan bollywood news bollywood gossips bollywood entertainment news