01 June, 2023 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં
સારા અલી ખાને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં હતાં. તે ગર્ભગૃહમાં પ્રાર્થના કરતી દેખાય છે. સારા સતત મંદિરે દર્શન કરવા જાય છે. આ અગાઉ તે લખનઉમાં પણ ભોળાનાથના મંદિરે ગઈ હતી. ત્યાં તેની સાથે વિકી કૌશલ હતો. આ બન્ને ‘ઝરા હટકે ઝરા બચકે’માં દેખાવાનાં છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે. આ બન્ને હાલમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ બન્નેએ ઇન્દોર જઈને સ્ટ્રીટ ફૂડનો પણ આનંદ લીધો હતો.
સોનાક્ષી સિંહાએ આલીશાન ફ્લૅટ મુંબઈમાં ખરીદ્યો છે. એની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર દેખાડી છે. ફોટોમાં દેખાય છે કે તેના ફ્લૅટની બહાર સી-વ્યુ છે. આ ફ્લૅટ બાંદરા-વરલી સી-લિન્ક પાસે આવેલો છે. ફ્લૅટમાં તેનો સામાન રાખેલો દેખાય છે. એના પર પ્લાસ્ટિક કવર લગાવેલું છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષી સિંહાએ કૅપ્શન આપી હતી, ‘મોટા થવું પણ અઘરું છે. છોડ, કૂંડીઓ, લાઇટ્સ, મેટ્રેસિસ, પ્લેટ્સ, તકિયા, ખુરશીઓ, ટેબલ્સ, ચમચા, સિન્ક્સ અને બીન્સ જોઈને માથું ભમવા લાગ્યું છે. મકાન બનાવવું સરળ નથી.’