22 May, 2023 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની દીકરી સારા અલી ખાન અજમેર શરીફની દરગાહ પહોંચી હતી. તેણે અનેક મંદિરોની મુલાકાત લીધી છે. હાલમાં જ તે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. તેની અદાએ સૌને આકર્ષિત કર્યા હતા. વિકી કૌશલ સાથે તેની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ બીજી જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સફળતાની દુઆ માગવા તે દરગાહ પહોંચી હતી. તેને જોઈને તેના ફૅન્સ પણ ખુશ થઈ ગયા હતા. ત્યાર બાદ તે રામસર ગામના લોકોને મળવા પહોંચી હતી.
ક્યા ખૂબ લગતી હો
ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૬મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લૅક આઉટફિટ પહેરીને પહોંચેલી ડાયના પેન્ટીએ લાઇમ લાઇટ ખેંચી હતી. તેના લુક અને સ્ટાઇલ જોઈને તેના ફૅન્સ પણ તેની પ્રશંસા કરતાં થાકતા નથી. પોતાનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ડાયનાએ બ્લૅક ક્રૉપ જૅકેટ અને પૅન્ટ પહેર્યાં હતાં. તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. પોતાનો રેડ કાર્પેટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ડાયના પેન્ટીએ કૅપ્શન આપી હતી, ‘કાનમાં આવવાની મને હંમેશાં ખુશી થાય છે. મારા રેડ કાર્પેટ માટે અમે અલગ પ્રકારનો ટક્સીડો પસંદ કર્યો હતો. તમારું શું માનવું છે?’