સારાએ નવા વર્ષના પહેલા સોમવારે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં

07 January, 2025 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારાએ ગઈ કાલે આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં ​મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં

સારા અલી ખાન

સારા અલી ખાન ભોલેનાથની મોટી ભક્ત છે એ જગજાહેર છે. એટલે જ સારા નવા વર્ષના પહેલા સોમવારે મહાદેવના સાંનિધ્યમાં પહોંચી ગઈ હતી. સારાએ ગઈ કાલે આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં ​મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં અને એની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

bollywood buzz bollywood news bollywood gossips bollywood sara ali khan andhra pradesh religious places social media