19 January, 2023 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાને હવે તેની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ના પોતાના રોલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે લંડનમાં ટાઇગર શ્રોફ સાથેની ‘મિશન ઈગલ’નું શૂટિંગ પૂરું કરીને મુંબઈ આવી છે.
તે ‘ગૅસ લાઇટ’માં વિક્રાન્ત મૅસી સાથે દેખાવાની છે. સાથે વિકી કૌશલ સાથે એક અનટાઇટલ્ડ ફિલ્મમાં દેખાશે. આ સિવાય તે દેશના ઇતિહાસ પર આધારિત ફિલ્મ ‘અય વતન મેરે વતન’માં પણ એક ઐતિહાસિક રોલમાં દેખાવાની છે. સારા હવે પહેલી વખત આદિત્ય રૉય કપૂર સાથે ‘મેટ્રો ઇન દિનોં’માં દેખાવાની છે. આ ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે.