સારાને ગુસ્સો કેમ આવ્યો?

26 July, 2024 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી સુધી એ વિડિયો બાબતે કોઈ ચોખવટ નથી થઈ.

સારા અલી ખાન

સારા અલી ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં તે ગુસ્સામાં છે. એ વિડિયોમાં દેખાય છે કે સારા ફ્લાઇટમાં બેઠી છે અને પાઇલટની સામે ગુસ્સાથી જોઈ રહી છે. ત્યાર બાદ પોતાની સીટ પરથી ઊભી થઈને જતી રહે છે. સારાનું આ રીઍક્શન વાઇરલ થયું છે. સારાએ પિન્ક આઉટફિટ પહેર્યાં છે. એવું જાણવા મળ્યું છે કે એક ઍર-હૉસ્ટેસના હાથે જૂસ સારાનાં કપડાં પર ભૂલથી ઢોળાઈ જાય છે જેથી સારા રોષે ભરાઈ છે. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. આ વિડિયો વાઇરલ થતાં લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. કેટલાકનું માનવું છે કે આ સારાની કોઈ ફિલ્મ કાં તો પછી કોઈ ઍડનો ભાગ હોઈ શકે છે. હજી સુધી એ વિડિયો બાબતે કોઈ ચોખવટ નથી થઈ.

sara ali khan bollywood news bollywood gossips bollywood entertainment news