08 May, 2023 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મનું નામ ‘લુકા છુપી 2’ રાખવામાં આવ્યું હોય એવી શક્યતા છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી છે. ‘લુકા છુપી’માં કાર્તિક આર્યન અને ક્રિતી સૅનન લીડ રોલમાં હતી. ‘લુકા છુપી 2’ એની સીક્વલ છે. આ ફિલ્મ બીજી જૂને રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મનું ટાઇટલ ૧૬ મેએ વિકી કૌશલના બર્થ-ડે નિમિત્તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગના સેટ પરના કેટલાક ફોટો પણ અગાઉ વાઇરલ થયા હતા. એવું જાણવા મળ્યું છે કે ફિલ્મમાં વિકી અને સારા મૅરિડ કપલના રોલમાં દેખાશે. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એ વિશે જાણી નથી શકાયું. જોકે ગયા વર્ષે એવી ચર્ચા હતી કે આ ફિલ્મને મેકર્સે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૭૦ કરોડમાં વેચી છે.