રેસ ૩ બાદ પહેલી વાર મારા કામને મળ્યા હતા નેગેટિવ રિવ્યુ : સાકિબ સલીમ

28 December, 2018 08:19 AM IST  | 

રેસ ૩ બાદ પહેલી વાર મારા કામને મળ્યા હતા નેગેટિવ રિવ્યુ : સાકિબ સલીમ

સાકિબ સલીમ

સાકિબ વેબ-સિરીઝ ‘રંગબાઝ’માં જોવા મળ્યો છે. આ વેબ-સિરીઝ બાવીસ ડિસેમ્બરે ZEE5 પર રિલીઝ થઈ હતી. પોતાને મળેલી નકારાત્મક ટિપ્પણીઓ પર સાકિબે કહ્યું હતું કે ‘મને પહેલી વાર ‘રેસ ૩’ રિલીઝ થયા બાદ નેગેટિવ રિવ્યુ અને નિંદાઓ સાંભળવા મળ્યાં હતાં. આ અગાઉ મારી તમામ ફિલ્મો માટે લોકોએ મારી પ્રશંસા કરી છે પછી એ ‘બૉમ્બે ટૉકીઝ’ કે ‘મુઝ સે ફ્રાન્ડશિપ કરોગે’ જ કેમ ન હોય. લોકો એમ કહેતા કે હું એક સારો ઍક્ટર છું. જોકે પહેલી વાર એવું બન્યું છે કે લોકોએ મારી ઍક્ટિંગની મજાક કરી હતી. હું થોડા સમય માટે નિરાશ પણ થયો હતો. અનુપમા ચોપડાનો રિવ્યુ વાંચ્યો, જેમાં તેમણે લખ્યું હતું કે હંમેશાં વિશ્વાસુ એવો સાકિબ સલીમ સારી રીતે ઍક્ટિંગ કરવાને બદલે દરેક ડાયલૉગની પાછળ બ્રૉ શબ્દ ઉમેરતો હતો. અનુપમાના આ ‘વિશ્વાસુ’ શબ્દએ મને પ્રોત્સાહન આપ્યું છે કે આખરે કેટલાક લોકો એવા પણ છે જે મને વિશ્વાસુ તો ગણે છે. એક ફિલ્મમાં મારી ઍક્ટિંગની લોકોએ ટીકા કરી હતી.’

saqib saleem bollywood news