05 January, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુમો દીદી
સાન્યા મલ્હોત્રાની ‘મિસિસ’ અને ‘સુમો દીદી’નું સ્ક્રીનિંગ ૩૫ પામ સ્પ્રિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. ‘મિસિસ’માં સાન્યા મલ્હોત્રા, નિશાંત દહિયા અને કંવલજિત સિંહ જોવા મળશે અને એને અરાતી કાદવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ફેસ્ટિવલ કૅલિફૉર્નિયામાં યોજાવાનો છે. આ બન્ને ફિલ્મની સ્ટોરીમાં મહિલાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ઇન્ડિયાની પહેલી સુમો રેસલર હેતલ દવે પરથી પ્રેરિત થઈને ‘સુમો દીદી’ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીયમ ભગનાણી અને ચૈતન્ય શર્માએ કામ કર્યું છે, જેને જયંત રોહતગીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું સાત જાન્યુઆરીએ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ટોક્યો બાદ નૉર્થ અમેરિકામાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાન્યાની ‘મિસિસ’ને પણ ત્યાં પ્રીમિયર કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશે સાન્યાએ કહ્યું કે ‘મને એ જણાવીને ખૂબ જ ખુશી થાય છે કે અમારી ફિલ્મ ‘મિસિસ’ને કૅલિફૉર્નિયાના પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવશે એ જણાવવાની મને ખુશી છે. આ ફેસ્ટિવલને કારણે દુનિયાભરના દર્શકોને એ ફિલ્મ જોવાનો ચાન્સ મળશે. ‘મિસિસ’ ફિલ્મ મારા દિલની ખૂબ જ નિકટ છે અને આશા રાખી રહી છું કે દર્શકો પણ એની સાથે કનેક્ટ થશે.’