03 February, 2020 03:50 PM IST | Mumbai Desk
ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડા પોતાની ફિલ્મ 'શિકારા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ કાશ્મીર ઘાટીમાંથી કાઢવામાં આવેલા કાશ્મીરી પંડીતોની સ્ટોરી પર આધારિત છે. હવે આ ફિલ્મ બાદ વિધુ વિનોદ ચોપડા ફરી કૉમેડી ફિલ્મ તરફ વળાંક લેશે. તેમણે કહ્યું કે હવે તે 'મુન્ના ભાઇ' પ્રૉડેક્ટ પર પોતાનું ફોકસ કરશે. આ પહેલા 'મુન્નાભાઇ' સીરીઝની બે ફિલ્મો આવી ગઈ છે. બન્નેને વિધુ પ્રૉડ્યુસ કરી ચૂક્યા છે, જ્યારે રાજકુમાર હિરાણીએ ડાયરેક્ટ કરી.
ન્યૂઝ એજન્સી આઇએએનએસથી પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન વાત કરતાં વિધુએ કહ્યું તે, 'શિકારા ખૂબ જ થકવી દેનારી ફિલ્મ હતી, કારણકે આ મારા મનની ખૂબ જ નજીક હતી. હવે હું મજેદાર ફિલ્મો બનાવવા માગું છું. 'મુન્ના ભાઇ'ની ઘણાં સમયથી રાહ જોઇ રહ્યો છું. આખરે, હવે કંઇક એવું છે જે હું કરવા માગું છું.'
'મુન્ના ભાઇ' સીરીઝની બન્ને ફિલ્મો હિટ રહી છે. પહેલી ફિલ્મ 'મુન્નાભાઇ એમબીબીએસ' વર્ષ 2003માં આવી હતી. તો 'લગે રહો મુન્ના ભાઇ' વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. બન્ને ફિલ્મોમાં સંજય દત્ત અને અરશદ વારસી લીડ રોલમાં હતા. કાસ્ટને લઈને પ્રૉડ્યૂસર વિધુનું કહેવું છે કે, 'મુન્ના ભાઇ 3'માં સંજય દત્ત હશે. આશા છે કે બધાં લોકો આ ફિલ્મમાં હશે.
આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો
જ્યારે વિધુ સાથે ફિલ્મને લઇને એક સંભવત્ રિલીઝ ડેટ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, "હું આ કેવી રીતે કહી શકું છું? હું આ બાબતે 10 ફેબ્રુઆરીથી કામ કરવા જઈ રહ્યો છું. અમને આઇડિયા મળી ગયો છે, પણ આના પર કામ કરવાનું રહેશે. હું એ નહીં કહી શકતો કે આ કેટલો સમય લેશો. જો કે, હું આ બનાવવા માગું છું. આની પાછળનું કારણ એ છે કે જ્યાં પણ જાઉં છું કે, લોકો મને આ વિશે પૂછે છે. અહીં સુધી કે લોકો એરપોર્ટ પર પણ પૂછે છે- ક્યારે આવી રહી છે મુન્ના ભાઇ?"