13 November, 2023 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત કી ફૅમિલીવાલી દિવાલી
સુખ, સમૃદ્ધિ અને પ્રકાશના પર્વ સમાન દિવાળી સૌના જીવનમાં ઉજાસ રેલાવે છે. શું ખાસ કે શું સામાન્ય, દરેક વ્યક્તિ આ ઉત્સવ ઉત્સાહથી મનાવે છે. એમાં સેલિબ્રિટીઝ પણ તહેવારને મનાવવામાં પાછળ નથી પડતા. તેઓ પણ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે દિવાળી મનાવે છે. એ કડીમાં પરિવાર સાથેનો ફોટો સંજય દત્તે શૅર કર્યો છે. એ ફૅમિલી ફોટોમાં તેની વાઇફ માન્યતા દત્ત, શહરાન અને ઇકરા દેખાય છે. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘મારા પરિવાર સાથે ઉજાસ અને એકતાના ફોરમને ઉમળકાભેર માણી રહ્યો છું. આ દિવાળીમાં તમને સૌને પ્રેમ, ખુશી અને પારાવાર આનંદ મળે એવી શુભેચ્છા. મારા જીવનમાં ઉજાસ પાથરવા બદલ સૌનો આભારી છું.
અમારા પરિવાર તરફથી તમને બધાને દિવાળીની શુભકામના.’