22 October, 2022 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત
સંજય દત્તને હજી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. તેણે ‘KGF: ચૅપ્ટર 2’માં કામ કરીને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે અધીરાનો રોલ કર્યો હતો. હાલમાં જ ‘KD-ધ ડેવિલ’નું હિન્દી ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. એમાં સંજય દત્તે હાજરી આપી હતી. એ દરમ્યાન સાઉથની ફિલ્મોમાં કામ કરવા વિશે સંજય દત્તે કહ્યું કે ‘મેં ‘KGF’માં કામ કર્યું હતું અને હવે હું ડિરેક્ટર પ્રેમની ‘KD-ધ ડેવિલ’માં પણ કામ કરી રહ્યો છું. એને લઈને હું ખૂબ ઉત્સુક છું અને ટીમને શુભેચ્છા આપું છું. મને એવું લાગે છે કે મારે હજી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવું જોઈએ.’
સાઉથની ફિલ્મોમાં પૅશન અને એનર્જી છે એવું તેનું માનવું છે. એ વિશે સંજય દત્તે કહ્યું કે ‘હું એક વસ્તુ જાણું છું કે મેં ‘KGF’માં કામ કર્યું અને એસ. એસ. રાજામૌલી મારા ખાસ ફ્રેન્ડ છે. સાઉથમાં જે ફિલ્મો બને છે એમાં પૅશન, પ્રેમ, એનર્જી અને હિરોઇઝમ દેખાય છે. મને લાગે છે કે મુંબઈમાં પણ આપણે એ શીખવું જોઈએ. બૉલીવુડે પોતાનાં રૂટ્સ ભૂલવાં ન જોઈએ.’