28 January, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત અને અર્શદ વારસી ફરી આવ્યા નવી ફિલ્મ લઈને
સંજય દત્ત અને અર્શદ વારસી ‘મુન્નાભાઈ 3’માં કામ કરવાના હોય એવી શક્યતા દેખાઈ રહી છે. આ બન્નેનું એક પોસ્ટર સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યું છે. ફોટોમાં બન્ને જેલમાં બંધ દેખાય છે. ‘મુન્નાભાઈ’ની સિરીઝને લઈને તેમના ફૅન્સમાં ઘણા વખતથી આતુરતા છે. આ બન્નેની ‘મુન્નાભાઈ MBBS’ ૨૦૦૩માં અને ‘લગે રહો મુન્નાભાઈ’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી હતી. ત્યાર બાદથી એની કોઈ ફિલ્મ નથી આવી. એવામાં સંજય દત્ત અને અર્શદ વારસીની ફિલ્મનું પોસ્ટર જોઈને લોકો અટકળો લગાવી રહ્યા છે કે આ કદાચ ‘મુન્નાભાઈ’ની ફ્રૅન્ચાઇઝી હોઈ શકે છે. આ વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મને સંજય દત્ત પ્રોડ્યુસ કરશે અને સિદ્ધાંત સચદેવ ડિરેક્ટ કરશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘તમારા કરતાં અમે ખૂબ રાહ જોઈ છે, પરંતુ હવે ઇન્તેજાર ખતમ થયો છે. મારા ભાઈ અર્શદ વારસી સાથે એક એક્સાઇટિંગ ફિલ્મમાં આવી રહ્યો છું. તમને દેખાડવા માટે ઉત્સુક છું.’