18 December, 2024 10:37 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત, યામી ગૌતમ ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા ગયા.
સંજય દત્ત આજકાલ અમ્રિતસરમાં ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ગઈ કાલે ઍક્ટર-ડિરેક્ટરની આ જોડી ગોલ્ડન ટેમ્પલમાં શીશ નમાવવા પહોંચી હતી. એ વખતે આદિત્ય ધરની પત્ની, બૉલીવુડની ઍક્ટ્રેસ યામી ગૌતમ પણ જોડાઈ હતી. યામી પોતાના દીકરાને પણ સાથે લાવી હતી. થોડા દિવસ પહેલાં આદિત્ય ધર અને રણવીર સિંહ સુવર્ણ મંદિરમાં માથું ટેકવવા આવ્યા હતા.