midday

પંકજ ​ત્રિપાઠી સાથે દેખાશે સંજના સાંઘી?

29 November, 2022 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
પંકજ ત્રિપાઠી અને સંજના સાંઘી

પંકજ ત્રિપાઠી અને સંજના સાંઘી

પંકજ ત્રિપાઠી સાથે આગામી ફિલ્મમાં સંજના સાંઘી જોવા મળે એવી શક્યતા છે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી. આ​ ફિલ્મને ‘પિન્ક’ના ડિરેક્ટર અનિરુદ્ધ રૉય ચૌધરી ડિરેક્ટ કરશે. ફિલ્મના કલાકારો અને સ્ટોરી જ માત્ર નક્કી કરવામાં આવ્યાં છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સંજનાએ આ ફિલ્મ સાઇન કરી છે. તેની સાથે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને પાર્વતી થિરુવોતુ પણ જોવા મળશે. સાથે જ એ પ્રોજેક્ટની જાહેરાત પણ જલદી કરવામાં આવશે.

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood sanjana sanghi pankaj tripathi upcoming movie