‘ધક ધક’ની સીક્વલની જાહેરાત કરી સંજનાએ

20 December, 2023 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસી પન્નુ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને તરુણ ડુડેજાએ ડિરેક્ટ કરી હતી, જેમાં સંજનાની સાથે રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા અને ફાતિમા સના શેખે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સંજનાએ મંજરીનું કામ કર્યું હતું.

સંજના સાંઘી

સંજના સાંઘીએ હાલમાં જ જાહેરાત કરી છે કે હવે ‘ધક ધક’ની સીક્વલ બનવાની છે. તાપસી પન્નુ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને તરુણ ડુડેજાએ ડિરેક્ટ કરી હતી, જેમાં સંજનાની સાથે રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા અને ફાતિમા સના શેખે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સંજનાએ મંજરીનું કામ કર્યું હતું. તેની એક ક્લિપ શૅર કરીને સંજનાએ કૅપ્શન આપી હતી કે ‘સ્પેશ્યલ ન્યુઝ : ‘ધક ધક’ની સીક્વલ આવવાની છે. મારી ડાર્લિંગ મંજરીનું હાર્ટ ખૂબ જ કુતૂહલથી ભરેલું છે અને તેની આંખોમાં હંમેશાં આશાનું એક કિરણ જોવા મળે છે અને તે દરેકને ખૂબ જ પ્રેમ આપવા માગે છે. તે પોતાની આઝાદીને એક બગાવત તરીકે નથી જોતી. તે મથુરામાં તેની પ્રોટેક્ટેડ દુનિયામાં ખુશ રહેતી હતી, પરંતુ તે દુનિયાને જોવા માગતી હતી. તે એક એવી બેસ્ટ ફ્રેન્ડ છે જેને લોકો તેની 
લાઇફમાં ઇચ્છે છે. એકદમ સૉલિડ અને સપોર્ટિવ. મને એ જણાવીને ખુશી થઈ રહી છે કે અમારી ગૅન્ગની જર્ની હવે ખારદુંગ લામાં પૂરી નથી થતી, કારણ કે અમે હવે સીક્વલ લઈને આવી રહ્યા છીએ.’

taapsee pannu entertainment news bollywood bollywood news sanjana sanghi ratna pathak fatima sana shaikh dia mirza