લતા મંગેશકરની પહેલી પુણ્યતિથિ પર સેન્ડ આર્ટિસ્ટે બીચ પર આર્ટવર્ક બનાવી આપી શ્રદ્ધાંજલિ

06 February, 2023 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે આર્ટવર્કની તસવીર સાથે ટ્વીટ કર્યું કે, “હું સેન્ડ આર્ટ દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપું છું. મહાપ્રભુ જગન્નાથ તેમને મોક્ષ આપે.”

તસવીર સૌજન્ય: પીટીઆઈ

બોલિવૂડનાં સ્વર કોકિલ તરીકે જાણીતા ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar)ની આજે પ્રથમ પુણ્યતિથિ (Lata Mangeshkar Death Anniversary) છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઑડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સેન્ડ આર્ટમાં લતા મંગેશકરની પ્રતિકૃતિ અને ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ સાથે સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટમાં `મેરી આવાઝ હી પહેચાન હૈ` લખ્યું છે

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે આર્ટવર્કની તસવીર સાથે ટ્વીટ કર્યું કે, “હું સેન્ડ આર્ટ દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપું છું. મહાપ્રભુ જગન્નાથ તેમને મોક્ષ આપે.”

સુદર્શન પટનાયકની આ ટ્વીટને 1169 લોકોએ રીટ્વીટ કરી છે. તે જ સમયે, આ ટ્વીટને 10 હજારથી વધુ લોકોએ પસંદ કર્યું છે. નોંધનીય છે કે લતા મંગેશકરનું નિધન 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં પ્રખ્યાત સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે તેમના અવાજ અને તેમની કંઠ્ય પ્રેક્ટિસથી ગાવામાં નિપુણતા મેળવી હતી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં મહાન ગાયિકા લતા મંગેશકર, જેમને સ્વરા કોકિલા તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વને અલવિદા કહીને ફેબ્રુઆરી 2022માં પંચતત્વમાં વિલીન થઈ ગયાં હતાં. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. તેમનું અવસાન સંગીત જગતમાં એક મોટી ખોટ છે. સ્વર્ગસ્થ લતા મંગેશકરે તેમની કારકિર્દીમાં ત્રીસ હજારથી વધુ ગીતોને તેમનો સુરીલો અવાજ આપ્યો હતો. લતા મંગેશકરને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાલ્ક એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Sidharth-Kiara Wedding : હવે ૬ ફેબ્રુઆરીએ નહીં પણ આ તારીખે લગ્ન કરશે યુગલ

ઉલ્લેખનીય છે કે પટનાયકે એક વિશાળ ગ્રામોફોન સાથે લગભગ 5 ટન રેતીનો ઉપયોગ કરીને સ્વર્ગસ્થ ગાયિકાનું 6 ફૂટ ઊંચું આર્તવર્ક બનાવ્યું છે.

 

entertainment news bollywood news lata mangeshkar bollywood