13 March, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા પ્રભુએ સગાઈની રિંગને બનાવી દીધું લૉકેટ
સમન્થા રુથ પ્રભુ પોતાની ફિલ્મોની સાથોસાથ પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. તે પહેલાં નાગ ચૈતન્ય સાથેના ડિવૉર્સને કારણે અને હાલમાં ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથેની રિલેશનશિપને કારણે ગૉસિપનો મુદ્દો બની છે. જોકે હાલમાં સમન્થાની નાગ ચૈતન્ય સાથેની સગાઈ વખતની ડાયમન્ડ રિંગને કારણે તે સમાચારમાં છે. હકીકતમાં સગાઈ વખતે નાગ ચૈતન્યએ ફિયાન્સે સમન્થાને ડાયમન્ડ રિંગ પહેરાવી હતી. હવે લગ્ન તૂટી જતાં સમન્થાએ એ રિંગને આંગળી પરથી ઉતારી લીધી છે અને એમાંથી ગળાનું લૉકેટ બનાવી લીધું છે. સમન્થાનું આ લૉકેટ પહેરેલા ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
આ પહેલાં પણ સમન્થાએ તેના વાઇટ વેડિંગ ગાઉનનો લુક બદલીને એમાંથી કાળો ડ્રેસ બનાવી લીધો હતો. સમન્થા સાથે ડિવૉર્સ થયા પછી નાગ ચૈતન્યના જીવનમાં શોભિતા ધુલિપાલા આવી છે અને તેણે ગયા વર્ષે ૪ ડિસેમ્બરે તેની સાથે લગ્ન કરી લીધાં છે.