07 December, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુ ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્નને કારણે ચર્ચામાં છે. બન્નેએ પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં અને લગ્નના માત્ર ૪ દિવસ પછી જ સમન્થાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. સમન્થાએ આ માહિતી ફૅન્સને સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી છે. સમન્થાએ સોશ્યલ મીડિયામાં એક તસવીર શૅર કરી છે જેમાં તે વૅનિટી-વૅનમાં મેકઅપ-ચૅર પર બેસેલી દેખાય છે. તે ડિરેક્ટર નંદિની રેડ્ડી અને મેકઅપ-આર્ટિસ્ટ અવની રાંભિયા સાથે વાતચીત કરતી દેખાય છે. આ તસવીર શૅર કરીને સમન્થાએ કહ્યું કે ચલો, તૈયાર થઈ જાઓ. આ તસવીરમાં સમન્થા જીન્સ અને ટી-શર્ટમાં છે અને તેના હાથમાં હજી પણ લગ્નની મેંદી દેખાય છે.