02 February, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુનું કહેવું છે કે વરુણ ધવન સાથે કામ કરવા માટે તે આતુર છે. ઍન્થની અને જોસેફ રુસોના પ્રોડક્શન હેઠળ ‘સિટાડેલ’ યુનિવર્સ બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા ચોપડા જોનસ કામ કર્યું છે જેને આ વર્ષે સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે આ યુનિવર્સના ઇન્ડિયન ઓરિજિનલ ‘સિટાડેલ’માં વરુણ ધવન અને સમન્થાને પસંદ કરવામાં આવ્યાં છે. વરુણની ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સમન્થા પણ કામ કરી રહી છે એની ઑફિશ્યલ જાહેરાત હાલમાં જ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં સમન્થાએ કહ્યું કે ‘પ્રાઇમ વિડિયો અને રાજ અને ડીકેએ જ્યારે મને આ શો ઑફર કર્યો ત્યારે મેં એક જ સેકન્ડમાં એ માટે હા પાડી દીધી હતી. ‘ધ ફૅમિલી મૅન’માં કામ કર્યા બાદ મારા માટે તેમની સાથે કામ કરવું ફરી ઘરે આવવા બરાબર હતું. ‘સિટાડેલ’ યુનિવર્સની સ્ટોરીલાઇન ગ્લોબલ પ્રોડક્શન્સ સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તેમ જ ઇન્ડિયન ઇન્સ્ટૉલમેન્ટની સ્ટોરીલાઇન મને ખૂબ જ પસંદ પડી છે. રુસો બ્રધર્સ દ્વારા બનાવાયેલા આ યુનિવર્સનો પાર્ટ બનવાની મને ખુશી છે. વરુણ ધવન ફુલ ઑફ લાઇફ છે. તે જ્યારે તમારી આસપાસ હોય ત્યારે ખુશીનો માહોલ હોય છે.’
‘સિટાડેલ’નું પહેલું શેડ્યુલ ઇન્ડિયામાં થશે. ત્યાર બાદ અમે સર્બિયા અને સાઉથ આફ્રિકામાં શૂટિંગ કરીશું. - રાજ અને ડીકે