25 July, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ હાલમાં ઍક્ટિંગમાંથી બ્રેક લઈને બાલીની ટ્રિપ પર ઊપડી છે. તેની સાથે તેની ફ્રેન્ડ અનુષા સ્વામી પણ છે. બાલીના કેટલાક ફોટો અને વિડિયો પણ સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. તે હવે વધુ ટ્રીટમેન્ટ માટે અમેરિકામાં જવાની છે જ્યાં તેને થોડા મહિના રહેવું પડશે. એથી તેણે અગાઉનાં વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કરી લીધાં છે. તે વરુણ ધવન સાથે સિરીઝ ‘સિટાડેલ’માં અને વિજય દેવરાકોન્ડા સાથે ‘કુશી’માં દેખાવાની છે. એ બન્ને પ્રોજેક્ટનું કામ તેણે પૂરું કરી લીધુ છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે તેણે અન્ય પ્રોજેક્ટ્સ માટે ઍડ્વાન્સમાં જે રકમ લીધી હતી એ પાછી આપી દીધી છે, કેમ કે તે પોતાની સારવારને કારણે એ પ્રોજેક્ટ્સમાં કામ કરી શકે એમ નથી. એથી અમેરિકા જતાં પહેલાં તે બાલીમાં શૉર્ટ બ્રેક પર ગઈ છે. આ બ્રેક દરમ્યાન તે તેની નવી હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે.