19 March, 2025 06:58 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ, ભૂતપૂર્વ પતિ નાગ ચૈતન્ય
સમન્થા રુથ પ્રભુ પોતાની સુંદરતા અને અભિનયથી ફૅન્સનાં દિલ જીતતી રહી છે. હાલમાં સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી જેમાં તે સ્ટ્રૉ વડે ટેબલ પર રાખેલું ડ્રિન્ક પીતી જોવા મળે છે. આ તસવીરમાં ફૅન્સનું ધ્યાન તેના હાથ પર ઝાંખા પડી રહેલા ટૅટૂ તરફ ગયું. આ તસવીર જોઈને ફૅન્સે અનુમાન લગાવ્યું કે સમન્થા હવે આ ટૅટૂને ભૂતપૂર્વ પતિ નાગ ચૈતન્યની યાદ સમજીને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
સમન્થાએ અને નાગ ચૈતન્યએ લગ્ન પછી મૅચિંગ ટૅટૂ બનાવ્યાં હતાં જે મોર્સ કોડમાં તેમની લગ્નની તારીખ દર્શાવતાં હતાં. બન્નેએ ૨૦૧૭ના ઑક્ટોબરમાં લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૨૧માં તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી. નાગ ચૈતન્યએ ડિવૉર્સ પછી ૨૦૨૪ના ડિસેમ્બરમાં ઍક્ટ્રેસ શોભિતા ધુલિપલા સાથે લગ્ન કર્યાં છે. ડિવૉર્સ પછી સમન્થાના જીવનમાં પ્રેમી તરીકે ડિરેક્ટર રાજ નિદિમોરુનું આગમન થયું હોવાની ચર્ચા છે. જોકે આ વિશે બન્નેએ કોઈ નિવેદન આપ્યું નથી.