23 March, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ, નાગ ચૈતન્ય
સમન્થા રુથ પ્રભુને તેના ભૂતકાળ વિશે ચર્ચા કરવી નથી ગમતી. નાગ ચૈતન્ય સાથે તેના ડિવૉર્સ થઈ ગયા છે. તેની સાથે ફ્રેન્ડશિપ પણ તેને નથી રાખવી એવી ચર્ચા છે. તેઓ એકમેકને મળતાં નથી અને એકબીજાની સામે પણ નથી આવતાં. જોકે બન્ને તેમની લાઇફમાં આગળ વધી ગયાં છે. સમન્થાને તેના ભૂતકાળ સાથે સંબંધ નથી રાખવો. તેનું કહેવું છે કે તેની પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચા કરવામાં આવે. તાજેતરમાં જ ઍમેઝૉનની ઇવેન્ટમાં સમન્થા અને નાગ ચૈતન્યએ એવી રીતે શેડ્યુલ ગોઠવ્યું કે તેઓ એકબીજાની સામે ન આવે.