10 January, 2023 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ હાલમાં મેડિટેશન કરી રહી છે. તેનો જન્મ ભલે ક્રિશ્ચન પરિવારમાં થયો છે, પરંતુ થોડા સમયથી તે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ તરફ વળી છે. તાજેતરમાં જ તેને માયોસાઇટિસ નામની બીમારીનું નિદાન થયું છે. એની સારવાર તે લઈ રહી છે. પોતાની હેલ્થ વિશે તેણે જણાવ્યું કે તેની તબિયત સ્ટેબલ નથી રહેતી. તે ભક્તિ કરી રહી છે. એ માટે હાથમાં માળા લઈને જાપ કરી રહી છે. એ માળાનો ફોટો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. સમન્થાની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ એક પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ છે. એમાં શકુંતલાના રોલમાં સમન્થા દેખાવાની છે.