28 October, 2022 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ ની ફિલ્મ `યશોદા`
સમન્થા રૂથ પ્રભુના કો-સ્ટાર્સ તેની વહારે આવ્યા છે. એવું નથી કે સમન્થા કોઈ મુશ્કેલીમાં ફસાઈ છે. આ તો તેની આગામી ફિલ્મ ‘યશોદા’ના ટ્રેલરને તેના કો-સ્ટાર્સે અલગ-અલગ ભાષામાં રિલીઝ કર્યું છે. હરિ અને હરીશે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૧૧ નવેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. વિજય દેવરાકોન્ડાએ તેલુગુ, સૂરિયાએ તામિલ, રક્ષિત શેટ્ટીએ કન્નડ, દુલકર સલમાને મલયાલમ અને વરુણ ધવને હિન્દીમાં ટ્રેલર લૉન્ચ કર્યું છે. આ ફિલ્મમાં વરલક્ષ્મી સરથકુમાર અને ઉન્ની મુકુંદન પણ લીડ રોલમાં દેખાશે.