07 December, 2024 10:42 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકી
સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકી તાજેતરમાં ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. સલમાન તેની દ-બંગ ટૂર માટે દુબઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં જ જેમની હત્યા કરવામાં આવી એ બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન પણ સલમાન સાથે જતો જોવા મળ્યો હતો. ઝીશાન હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બાંદરા (ઈસ્ટ)માંથી અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી વતી લડ્યો હતો, પણ હારી ગયો હતો.