29 November, 2023 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહ રૂખ ખાનના ડુપ્લિકેટ સાથે સલમાન ખાન (તસવીર: વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ)
ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સના ડુપ્લિકેટ જોવા મળતા હોય છે. કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને સલમાન ખાન સહિતના ઘણા સેલેબ્સના લુકલાઈક્સ સામે આવ્યા જ છે. હાલમાં જ બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan’s Duplicate)નો એક વિડિયો સામે આવ્યો છે.
એક્ટર કે એક્ટ્રેસ જેવી જ સ્ટાઈલ અને ચહેરો ધરાવતા અનેક ડુપ્લિકેટ્સ તમે જોયા હશે. પરંતુ તાજેતરમાં જ એવો ડુપ્લિકેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સલમાન ખાન પોતે હસી-હસીને પાગલ થઈ ગયો હતો. શાહ રૂખ ખાનના આ ડુપ્લિકેટ (Shah Rukh Khan’s Duplicate)નો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ જ શૅર કરી રહ્યા છે.
શાહ રૂખ ખાનના ડુપ્લિકેટને જોઈ સલમાન ખાને કેવી પ્રતિક્રિયા આપી?
શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના ડુપ્લિકેટને જોઈને સલમાન ખાન ખૂબ જ હસવા લાગ્યો હતો. ખરેખર, હાલ આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે કારણ કે તે પોતાને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો ડુપ્લિકેટ (Shah Rukh Khan’s Duplicate) ગણાવી રહ્યો છે. જોકે, તે ખાસ કિંગ ખાન જેવો દેખાતો નથી. જ્યારે આ વ્યક્તિ સલમાન ખાનને મળી તો ભાઈજાન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ફની વીડિયો છે.
યુઝર્સ ખૂબ જ નોખી નોખી કમેન્ટ્સ કરી રહ્યા છે
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું છે કે, શાહરૂખનો ફેન હોવાના કારણે હું આ જોઈને હસવું રોકી શકતો નથી. તો અન્ય યુઝર એમ પણ લખે છે કે, ‘ભાઈ ભાઈ.’ તો ત્રીજાએ લખ્યું, ‘તે પઠાણ નથી પણ થકાન છે.’ આવી તો ઘણી કમેન્ટ્સ સામે આવી રહી છે. કોઇકે લખ્યું છે કે સલમાન જ્યારે આ રીતે હસે છે ત્યારે ખૂબ જ ક્યૂટ લાગે છે.
શાહ રૂખ ખાનના ડુપ્લિકેટ (Shah Rukh Khan’s Duplicate) અને સલમાન ખાન બંનેનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કમેન્ટ્સનું જાણે ઘોડાપૂર જ ઊમટ્યું છે. વળી, આ વીડિયોમાં સલમાન ખાનને આ રીતે હસતાં જોઈને ચાહકો ખુશ થઈ રહ્યા છે.
શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને માટે આ વર્ષ લકી
શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને માટે આ વર્ષ ઘણું લકી સાબિત થયું છે. આ વર્ષે તેમની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. એક તરફ પઠાણે ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે, તો બીજી તરફ સલમાનની ‘ટાઈગર 3’ એ પણ જોરદાર કમાણી કરી છે.