08 June, 2019 01:25 PM IST |
ફિલ્મ ભારત પોસ્ટર
સલમાન ખાન અને કેટરિના કેફ સ્ટારર ફિલ્મ ભારતને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યું છે. ઇદ 2019ના ખાસ અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ભારતને પહેલા દિવસે જ બંપર કમાણી કરી છે. બીજા દિવસના કલેક્શને ફિલ્મને 70 કરોડની પાર પહોંચાડી છે. હવે જો ત્રીજા દિવસની વાત કરીએ તો ફિલ્મ કમાણીમાં ઘટાડો થયો છે. જો કે હાલ આ ફિલ્મ 100 કરોડની ખૂબ જ નજીક છે.
બે દિવસમાં કુલ 73.30 કરોડની કમાણી કરી
સલમાન ખાને આ ઇદ 2019 પર ફિલ્મ ભારત દ્વારા પોતાના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ મેળવી છે. ત્રીજા દિવસે વીકએન્ડની શરૂઆત થઇ અને શુક્રવારે 7 જૂને સારી કમાણી કરતાં ફિલ્મે લગભગ 22.20 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ ભારત ઇદના દિવસે 5 જૂને રિલીઝ થઇ જેણે પહેલા જ દિવસે 42.30 કરોડની બંપર કમાણી કરી. બીજા દિવસે 31 કરોડની કમાણી કરી. ફિલ્મે માત્ર બે જ દિવસમાં 73.30 કરોડનું કલેક્શન મેળવી લીધુ છે. અને ત્રીજા દિવસે લગભગ 22.20 કરોડ જેટલું કલેક્શન મેળવ્યું છે. ત્રણે દિવસના આંકડા જોડતાં ફિલ્મે 95.50 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી લીધી છે. એટલે કે ચોથા દિવસે ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવવામાં માત્ર 5 કરોડ દૂર છે.
જણાવીએ કે ફિલ્મ ભારત ટૉપ 3 બિગ ઓપનિંગ કરનારી ફિલ્મોમાં મોખરે સ્થાન મેળવી લીધી છે. સલમાન ખાનની ફિલ્મ ભારતે પૂરા વીકએન્ડમાં લાભ મળશે કારણકે ફિલ્મ બુધવારે રિલીઝ થઇ. હજી શનિવાર અને રવિવાર એટલે કે બે રજાના દિવસો બાકી છે. તો અનુમાન છે કે ફિલ્મનું કલેક્શન ગ્રાફ ઝડપથી આગળ વધશે.
આ પણ વાંચો : સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતની બીજા દિવસે બંપર કમાણી
ઉલ્લેખનીય છે કે ભારત હિન્દી ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગ મેળવતી ફિલ્મોમાં ત્રીજા સ્થાને છે. આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાને 52.25 કરોડની ઓપનિંગ કરી હતી તો બીજા નંબરે શાહરુખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યર છે, જેણે પહેલા દિવસે 44.97 રૂપિયાનું કલેક્શન કર્યું હતું. કારણકે 5 જૂને ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે હતી, તેથી કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર ફિલ્મ પર રહેશે. જો કે કલેક્શન જોઇને એવું નથી લાગતું કે ફિલ્મ પર કોઇ ખાસ અસર પડી છે અને ભારતે 42.30 કરોડની રેકૉર્ડ કમાણી કરીને ટૉપ ઓપનિંગ લિસ્ટમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે.